Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

ચીનના વૈજ્ઞાનિકે પ્રકૃતિને ચેલેંજ આપવાની હઠ કરી

નવી દિલ્હી : ચીનના વૈજ્ઞાનિકોએ જાણે કે પ્રકૃતિને ચેલેન્જ આપવાની હઠ કરી છે. પહેલા ચીને 2020 સુધી નકલી ચાંદ આકાશમાં ચમકાવવાનો દાવો કર્યો હતો. અને હવે તો માન્યામાં ન આવે તેવો તે પ્રકારનું કામ કરવાનું નક્કી કર્યુ છે અને તે છે કૃત્રિમ સૂર્ય.

અત્યાર સુધી કૃત્રિમ ચાંદ બનાવવાની વાતો કરતા ચીને હવે કૃત્રિમ કે નકલી સૂર્ય બનાવવાની કવાયત શરૂ કરી છે. પ્રથમ દ્રષ્ટીએ માનવામાં ન આવે તેવી વાત છે. પરંતુ જે સૂર્યના તાપ આપણને આટલા દૂરથી દઝાડે છે. તેનાથી છ ગણો ગરમ સૂર્ય બનાવવાનુ ચીને નક્કી કર્યુ છે.ચીનમાં વધતા પ્રદુષણથી સૌ કોઈ ચિંતિત છે. ત્યારે ખાસ કરીને ચીનના વૈજ્ઞાનિકો સ્વચ્છ ઉર્જા ઉત્પન કરવા માટે કૃત્રિમ સૂરજ બનાવવાની તૈયારી કરી રહ્યા છે.

(5:04 pm IST)