Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

કેવી ચીતરી ચડે એવી ચીજો ખવાય છે એ ખબર છે?

સ્વીડનમાં એક ફૂડ-મ્યુઝિયમ ખૂલ્યું છે જેમાં એવી ચિત્રવિચિત્ર વાનગીઓ રજૂ કરવામાં આવી છે જે વેજિટેરિયન્સ જ નહીં, નોન-વેજિટેરિયન્સનાં પણ રૃંવાડાં ખડાં કરી દે એવી છે. માલ્યો શહેરમાં ખૂલેલું આ મ્યુઝિયમ વિશ્વની સૌથી વિચિત્ર ફૂડ-પ્રોડકટ્સ રજુ કરે છે. એમાં જીવતાં તળેલાં જંતુઓ, બાફેલી ઇયળો, વિવિધ પ્રાણીઓનાં ઇંડાંની વાનગીઓ, ખાસ પક્ષીઓનાં બાફેલાં ભ્રૂણ, વિનેગરમાં આથેલાં પ્રાણીઓની વાનગીઓ મૂકવામાં આવી છે. જપાન, ચીન, પેરૂ, બ્રાઝિલ, કમ્બોડિયા, યુગાન્ડા, અમેરિકા અને ઇટલી જેવાં દેશોની લગભગ ૮૦ વાનગીઓ સમાવવામાં આવી છે. આ મ્યુઝિમમાં તમે એ વાનગીઓ સુંઘી શકો અને સહેજ ચાખી શકો છો.

(4:03 pm IST)