Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

સાવધાન ! તમે પણ આ આદતના શિકાર નથી ને ?

રોજબરોજના જીવનમાં કેટલાક કામ એવા હોય છે, જેનાથી લોકો ટેવાયેલા હોય છે. બધા લોકો જાણે છે કે આજે મોબાઈલ એ બધા લોકો માટે એક જરૂરિયાત બની ગઈ છે. મોબાઈલ વગર માણસને એક મિનીટ પણ ચાલતુ નથી. ત્યારે કેટલાક લોકો એવા હોય છે કે જેને બાથરૂમમાં મોબાઈલનો ઉપયોગ કરવાની આદત હોય છે. એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે કે ૯૫ ટકા હેલ્થ કેર વર્કસના મોબાઈલ ફોન પર બેકટેરિયા જમા થવાનું પ્રમાણ મળ્યુ છે. એવા બેકટેરિયાથી ગંભીર ઈન્ફેકશન થઈ શકે છે.

કેટલાક લોકો દિવસ આખાના કામના ભારણના કારણે ન્યૂઝ અથવા મેસેજ વાંચી શકતા નથી. આ સ્થિતીમાં અમુક લોકો ઘરે જઈને બાથરૂમમાં બેસીને મોબાઈલ ફોન યુઝ કરે છે. પરંતુ, એવુ કરી તેઓ જાણતા-અજાણતા કેટલીય બિમારીઓને નોતરે છે.

એવી જગ્યાએ રહેલ બેકટેરિયા અને વાયરસ ફોન ઉપર ચોટી જાય છે અને જ્યાં-જ્યાં તમે ફોન રાખો છો તે બધી જગ્યાએ ફેલાય છે.  આ ઉપરાંત જેટલીવાર તમે તમારો ફોનનો મેસેજ ટાઈપ કરવા માટે ઉપયોગ કરો છો, એટલીવાર બેકટેરિયા તમારા કિપેડ પર ચોંટી જાય છે. એક રિસર્ચ અનુસાર, મોબાઈલનો ઉપયોગ કરનાર દરેક વ્યકિત પોતાના ફોનને એક દિવસમાં ઓછામાં ઓછુ ૨૬૦૦ વાર ટચ કરે છે. એટલે કે ઘણુ બધુ ઈન્ફેકશન..!

આ વાતોનું રાખો ધ્યાન

 ટોયલેટમાં ફોન ન લઈ જવો.

 ટોયલેટ ગયા બાદ હેન્ડવોશથી વ્યવસ્થિત રીતે હાથ ધોઈ લેવા.

 બાથરૂમની સફાઇ કર્યા બાદ પણ તુરંત મોબાઈલનો ઉપયોગ ન કરવો.

 હાથને વ્યવસ્થિત રીતે ધોઈ અને સાફ કર્યા બાદ જ મોબાઈલનો ઉપયોગ કરવો.

 ફોન અને સ્ક્રીનને તેના માટે ઉપલબ્ધ સ્પેશ્યલ કલીન્ઝરથી જ સાફ કરવું.

(2:40 pm IST)