Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

બકરીનું દૂધ પીવાથી શરીરને અનેક લાભ

બકરીના દૂધમાં ઘણા ગુણ હોય છે અને તે પ્રોટીનથી ભરપુર હોય છે. ઘણા લોકો આજે પણ બકરીનું દૂધ પીવાનું પસંદ કરે છે. તો જાણો દૂધના ફાયદા અને તેમાં રહેલ પોષ્ટિક તત્વો વિશે.

વિટામીનથી ભરપુર :  બકરીના દૂધમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ, પ્રોટીન, પોટેશિયમ, વિટામીન-એ, બી2, સી અને ડી પ્રચુર માત્રામાં હોય છે.

હૃદય માટે ફાયદાકારક : બકરીના દૂધમાં રહેલ મેગ્નેશિયમ હૃદયના ધબકારાને બરાબર ચલાવવામાં મદદરૂપ થાય છે. તે શરીરમાં રકતના ગાંઠા જામતા રોકે છે. તેનાથી કોલેસ્ટ્રોલનું જોખમ ઓછુ રહે છે અને તેનાથી શરીરને ઉર્જા પણ મળે છે.

વજન ઘટે : બકરીના દૂધમાં કેલ્શિયમ અને પ્રોટીન બંને ભરપુર માત્રામાં હોય છે. જે શરીરનું વજન ઓછુ કરે છે. પ્રોટીન મેટાબોલિઝમ વધારવામાં મદદ કરે છે.

(2:40 pm IST)