Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

ડીઓ બની શકે છે અનેક બિમારીઓનું કારણ

તમે હંમેશા પરસેવા અને તની દુર્ગંધથી બચવા માટે ડીઓ અથવા પરફયુમનો ઉપયોગ કરતા જ હશો. તેનાથી દુર્ગંધ તો દૂર થઈ જાય છે. પરંતુ, તે તમારી ત્વચા માટે એક સમસ્યા બની જાય છે. પરસેવાની સમસ્યાને દૂર કરવા માટે ઉપયોગમાં લેવાતા કોસ્મેટિકસ બનાવવા માટે એલ્યુમિનીયમનો ઉપયોગ કરવામાં આવે છે. જે કેટલીય બિમારીઓનું જોખમ વધારે છે.

પરસેવો આવવો એ એક કુદરતી પ્રક્રિયા છે. જેના દ્વારા શરીરમાંથી ઝેરીલા તત્વો અને અશુદ્ધીઓ બહાર નીકળે છે. તેથી પરસેવાને બહાર નીકળતા રોકવો ન જોઈએ. ડીઓમાં લિકવીડ પ્રોપિલિન ગ્લાઈકોલ કેમિકલ હોય છે. જે ત્વચા પર બળતરા તેમજ લિવર અને કિડનીને અસર કરે છે. ડિઓની બદલે તમને નારિયેળ તેલના ઉપયોગ દ્વારા તમારી દુર્ગંધની સમસ્યાનું નિરાકરણ લાવી શકો છો.

દુર્ગંધ દૂર કરવા માટે અડધો કપ નારિયેળ તેલમાં દોઢ ટી-સ્પૂન અરારોટ, અને એટલો જ બેકિંગ સોડા મિકસ કરી તેમાં ૫-૧૦ ટીપા ઈથર ઓઈલ મિકસ કરો. આ સુગંધીત હોવાની સાથે શરીર માટે સુરક્ષીત પણ છે. આ તમારી ત્વચા અને સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.

(2:39 pm IST)