Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

દરવર્ષે વિશ્વમાં 50 કરોડથી વધુ લોકોને થાય છે મેલેરિયા

નાઇજીરિયા, કોંગો અને માડાગાસ્કરની સ્થિતિ ઘણી જ નબળી

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને બહાર પાડેલા મલેરિયા અંગેના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વિશ્વમાં ભારત અને ૧૫ ઉપ સહારા આફ્રિકી દેશોના મળીને ૮૦ ટકા કેસ નોંધાયેલા છે. આફ્રિકાના ૧૫ દેશોમાં ૨૦૧૬ની સરખામણીમાં ૨૦૧૭માં મેલેરિયાના ૩૫ લાખ જેટલા કેસ વધ્યા છે. તેમાં પણ નાઇજીરિયા, કોંગો અને માડાગાસ્કરની સ્થિતિ ઘણીજ નબળી છે. સિવાયના બાકીના વિશ્વમાં મલેરિયાના ૨૦ ટકા કેસ જોવા મળે છે.

   અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં દર વર્ષે કરોડો લોકો મચ્છરજન્ય રોગની લપેટમાં આવે છે. સ્વચ્છ આવાસ અને સફાઇના અભાવે થતા મચ્છરોથી રોગ ઝડપી ફેલાય છે. દર વર્ષ વિશ્વમાં ૫૦ કરોડથી વધુ લોકોને મલેરિયા થાય છે.

(2:09 pm IST)