Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

વાનુંઆતુમાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: દક્ષિણ પ્રશાંત મહાસાગરીય દેશ વાનુઆતુમાં સોમવારના રોજ ભૂકંપના જોરદાર ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે અમેરિકાના ભૂગર્ભ સર્વેક્ષણ કેન્દ્રએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  સ્થાનિક સમયાનુસાર લગભગ બપોરના 2 વાગ્યાની આસપાસ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે.

             ભૂકંપની તીવ્રતા રિક્ટર પૈમાના પર 6.4ની આંકવામાં આવી છે ભૂકંપનું કેન્દ્ર 19.0408 દક્ષિણી અક્ષાંશ તથા 169.4528 પૂર્વી દેશાંતરમાં લગભગ 226.08 કિલોમીટરની ઊંડાઈમાં હોવાનું માલુમ પડી રહ્યું છે. ભૂકંપના જટકાના કારણે હજુ સુધી કોઈ સુનામીના સુનામીના સમાચાર મળી રહ્યા નથી

(6:01 pm IST)