Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

બ્રાઝીલમાં મેડિકલ સ્ટોરમાં લૂંટ કરવા આવેલા લૂંટારૂ મહિલાના માથે ચુંબન કરીને જતો રહ્યો

બ્રાઝીલનો એક લૂંટનો અનોખો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. એક મેડિકલ સ્ટોરને લૂંટવા આવેલા કેટલાક લૂંટારુઓ સ્ટોરને તો લૂંટી લે છે પરંતુ ત્યાં ઊભેલી મહિલા જ્યારે ડરની મારી પૈસા આપવાની વાત કરે છે તો તે પૈસા પડાવવાની જગ્યાએ લૂંટારું તેમને માથે ચુંબન કરીને ત્યાંથી જતો રહે છે. મેડિકલ સ્ટોરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આ ઘટના કેદ થઈ છે. હેલમેટ પહેરેલા બે હથિયારધારી યુવકો સ્ટોરમાં ઘૂસે છે અને ત્યાંના લોકોને બધા  પૈસા તેમને આપી દેવાનું કહે છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક બદમાશ મહિલા સાથે વાત કરી રહ્યો છે અને બીજો દુકાનના ગલ્લામાંથી પૈસા કાઢી રહ્યો છે. દુકાનનો કરમચારી પોતાનો હાથ માથા પાછળ કરીને બેઠેલો જોવા મળે છે.

વીડિયોમાં એમ પણ જોવા મળી રહ્યું છે કે એક કમજોર દેખાતી મહિલા આ લૂટારું સાથે વાત કરી રહી છે અને તે બદમાશ મહિલા સાથે નમ્રતાપૂર્વક વાત કરીને તેમને માથે ચુંબન કરીને ત્યારબાદ પોતાના સાથી સાથે જતો રહે છે. આ ઘટના બ્રાઝીલના અમારાંતેની છે અને બંને લૂટારાઓ હજુ પણ પકડાયા નથી.

મીડિયા સાથે વાત કરતા મેડિકલ સ્ટોરના માલિકે સેમ્યુઅલ એલમીદાએ કહ્યું કે તે વૃદ્ધ ગ્રાહકે લૂટારું પાસે જઈને કહ્યું કે તેના પણ પૈસા  લઈ લો પરંતુ લૂંટારાએ તેમને માથે ચુંબન કરીને કહ્યું કે નહીં મેમ તમે શાંત રહો. મારે તમારા પૈસા જોતા નથી. મીડિયા રિપોર્ટ મુજબ લૂટારુઓ ત્યાંથી લગભગ 240 ડોલર કેશ અને કેટલોક સામાન લઈને ભાગી ગયા હતાં.

(5:51 pm IST)