Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

દરરોજ ર-૪ સીગરેટ પીતા હો તો પણ નુકશાન તો ખૂબ મોટું જ થાય છે

ધૂમ્રપાન છોડયાના દાયકાઓ પછી પણ ફેફસા પર અસર

નવી દિલ્હી, તા. ર૧ : આરોગ્ય અધિકારીઓ વર્ષોથી કહેતા આવ્યા છે. ધૂમ્રપાન માટેનો કોઇ સુરક્ષિત આંકડો નથી છતાંપણ ઘણા લોકો એવું માનતા હોય છે કે એક-બે સિગારેટથી નુકશાન ન થાય. પણ લાન્સેટ રેસ્પીરેટરી મેડીસીનમાં પ્રકાશિત થયેલ એક નવા અભ્યાસમાં જણાવાયું છે કે તમે દિવસમાં ર-૩ સીગારેટ પીઓ કે ર-૩ પેકેટ ફેફસાને થતા નુકશાનમાં બહુ ફરક નથી પડતો.

આ અભ્યાસમાં રપ હજાર અમેરિકનોની ધૂમ્રપાનની આદતો, તેમની જીવનશૈલી, આરોગ્ય વગેરેની નોંધ રાખવામાં આવી હતી. ૧૭ થી ૯૩ વર્ષના લોકો પર કરાયેલા આ અભ્યાસમાં સેકન્ડમાં કેટલી હવા છોડી શકે છે તે બાબત દર્શાવે છે. આ લોકો પર ર૦ વર્ષ સુધી અભ્યાસ કરવામાં આવ્યો હતો અને તે દરમ્યાન સ્પીરોમેટ્રી ટેસ્ટ ઓછામાં ઓછી વધુ એક વાર કરાયો હતો.

ઉંમરની સાથે સાથે ફેફસા કુદરતી રીતે નબળા પડતા જ હોય છે પણ ધૂમ્રપાન આ પ્રક્રિયાને ઝડપી બનાવે છે અને ધૂમ્રપાન કરતા લોકોમાં ફેફસા અને શ્વચ્છોશ્વાસને લગતા રોગો ઉભા કરે છે.આ અભ્યાસમાં રીસર્ચરો એમ પણ જણાવ્યું છે કે આ અસર ગમે તેટલી સીગારેટો પીવામાં આવે પણ થાય જ છે.

અભ્યાસમાં જણાવાયું છે કે રોજની ર૦-૩૦ સીગારેટ પીનારા લોકોના ફેફસામાં જેટલું નુકશાન ૯ મહિનામાં થાય છે તેટલું જ નુકશાન તે ઉપરાંત તમે દાયકાઓ પહેલા ધૂમ્રપાન છોડી દીધું હોય તો પણ તે થયેલું નુકશાન પછી બરાબર નથી થઇ શકતું એટલે જેટલું બને તેટલું જલ્દી ધ્રૂમ્રપાન છોડી દેવું તે હિતાવહ છે.

(4:12 pm IST)