Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

મકકામાં થયેલ અકસ્માતમાં ૯ ભારતીયોનો સમાવેશ

મક્કાઃ સાઉદી અરબમાં બુધવારે મક્કાથી મદીના જઈ રહેલ શ્રદ્ઘાળુઓની બસ દુર્દ્યટનાનો શિકાર બની. આ બસ દુર્દ્યટનામાં ૩૫ લોકોના જીવ ચાલ્યા ગયા હતા. મૃતકોમાં મોટા ભાગના લોકો એશિા અથવા અરબ દેશોના રહેવાસી હતા. આ બસ દુર્ઘટનાનો પતો ૪ દિવસ બાદ લાગ્યો, આ બસમાં ૯ ભારતીયો પણ સવાર હતા. ભારતીય વાણિજય દૂતાવાસે કહ્યું કે, દુર્દ્યટનામાં ૯ માંથી ૨ ભારતીય ઘાયલ થયા હતા જેમનો ઈલાજ ચાલી રહ્યો છે. હજુ પણ બાકીના સાત ભારતીય યાત્રીઓ વિશે વધુ માહિતી પ્રાપ્ત કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.

  ભારતીય પાસપોર્ટ ધારક સાત યાત્રીઓની યાદી જાહેર કરી છે- બિહારથી અસરફ આલમ, ફિરોઝ અલી, આફતાબ અલી, નૌશાદ અલી, જીશાન ખાન, ઉત્ત્।ર પ્રદેશથી બિલાલ અને પશ્યિમ બંગાળથી મુકતાર અલી ગાઝી.

બે ઘાયલ ભારતીયોની ઓળખ મહારાષ્ટ્રના પુણેના એક દંપતિ મતીન ગુલામ વલેલે અને જેમા નિઝામ બાગબાનના રૂપમાં થઈ છે. હાલ સાઉદીની કિંગ ફહદ હોસ્પિટલમાં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે.

(4:10 pm IST)