Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

પતંગિયાની પાંખોનું ટ્રાન્સપ્લાન્ટ થયું, ગુંદર, ટેપ અને પિનથી

ન્યુયોર્ક,તા.૨૧:અમેરિકાના કેન્સાસમાં આવેલા એક ઝૂમાં કેટી વેનબ્લારિકમ નામની ૩૬ વર્ષની વોલન્ટિયરને મોનાર્ક બટરફ્લાયની તૂટેલી પાંખનો એક હિસ્સો મળ્યો. પ્રાણીઓ માટે વિશેષ પ્રેમ ધરાવતી કેટીને ચિંતા થઈ કે જો પાંખ તૂટી ગઈ છે તો નક્કી નજીકમાં કયાંક પતંગિયું પણ હશે જે ઊડી નહીં શકતું હોય. નજીકમાં જ તેને એ પતંગિયું મળી પણ ગયું. એ પછી તેણે ગાર્ડનમાં બીજા કોઈ પતંગિયાં ડોય તો એની શોધ ચલાવી. એમાં તેને એક મૃત પતંગિયું મળી આવ્યું. કેટીએ વિચાર્યું કે મરેલા બટરફ્લાયની પાંખ દ્યાયલ પતંગિયાને લગાવી આપી હોય તો કેવું? તેણે તરત જ પોતાના પર્સમાંથી ગુંદર, અને માઈક્રોપોર ટેપ જેવી ચીજો કાઢી અને દ્યાયલ પતંગિયાને નવી પાંખો ચોટાંડી દીધી. પતંગિયું જો કાચીપાકી ચોટલી પાંખ ફફડાવે તો ફરીથી એ નીકળી જાય એટલા માટે તેશે પતંગિયાની આજુબાજુમાં પિન ખોસીને તેનું હલનચલન બંધ કરાવી દીધું. લગભગ બે દિવસમાં તો તેની પાંખો એકદમ સરસ રીતે ચિપકી ગઈ અને પતંગિયાને છૂટું મૂકતાં જ ઊડવા પણ લાગ્યું હતું.  નવાઈની વાત એ છે કે આ પતંગિયાને નવજીવન આપનારી કેટી પોતે ઇન્સેકટ આર્ટ બનાવે છે. એમાં તે મરેલા પતંગિયાને એકઠા કરીને તેમના બોડીને પ્રિઝર્વ કરે છે અને એમાંથી જવેલરી, એકસેસરીઝ અને ફ્રેમ જેવી ચીજો બનાવે છે.

(4:09 pm IST)