Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

૩૦ દિવસમાં ૩૦ ડિઝની મૂવી જોવાની નોકરી અને પગાર ૭૧,૦૦૦ રૂપિયા

લંડન તા. ર૧: ખરેખર કેટલીક નોકરીની જાહેરાત વાંચીને એમ થાય કે ઓહો આવી સુંદર જોબ મળે તો પછી બીજું જોઇએ જ શું? એક વેબસાઇટે જાહેરાત આપી છે જેમાં ડિઝની મૂવીઝના રિવ્યુ રજૂ થાય છે. જાહેરાત મુજબ આ જોબ માટે પાંચ ડિઝની ફેન્સને હાયર કરવાના છે. તેમણે ૩૦ દિવસમાં ૩૦ મૂવીઝ જોવાની છે જેના તેમને ૭૧,૦૦૦ રૂપિયા મળશે. આ પેકેજમાં મૂવી જોતી વખતે સાથે જરૂરી એકસેસરીઝ પણ મળશે. જેમ કે એક વર્ષનું સ્ટ્રીમિંગ સર્વિસનું સબસ્ક્રિપ્શન, એક બ્લેન્કેટ, ઇન્સ્ટન્ટ કોફીના પાઉચ અને પોપકોર્ન પોપર મશીન.

ડિઝનીના મૂવીરસિયાઓ માટે આ તો ખરેખર જ ડ્રીમ જોબ થઇને?

(11:48 am IST)