Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

ભારત-કેનેડા વચ્ચે પાંચ મહિના પછી સીધી વિમાની સેવાનો થયો પ્રારંભ

નવી દિલ્હી: ભારત અને કેનેડા વચ્ચે પાંચ માસ બાદ સીધી વિમાની સેવાનો પ્રારંભ થયો છે. એર કેનેડાએ દિલ્હી ટોરન્ટોની સીધી વિમાની સેવાનો પ્રારંભ કર્યો છે અને નવા પ્રોટોકોલ મુજબ વિશ્વ આરોગ્ય સંસ્થા માન્ય વેકસીનના બે ડોઝ લેનાર 18 કલાક પુર્વેનો આરટીપીસીઆર કે એન્ટીજેન ટેસ્ટ સર્ટીફીકેટ સાથે રાખવાનું રહેશે. દિલ્હી એરપોર્ટ પર પણ પ્રકારના ટેસ્ટીંગ સેન્ટર લોન્જ નંબર 3 પર ઉભા થયા છે. ઉપરાંત અન્ય શહેરમાંથી દિલ્હીની ફલાઈટ પકડતા સમયે પણ તેણે ટેસ્ટ સર્ટી સાથે રાખવાનું રહેશે. ટોરન્ટો દિલ્હીની ફલાઈટ સોમવારે રવાના થઈ હતી અને તે પરત જશે તો ભારત પણ ટુંક સમયમાં દિલ્હી- વેનકુંવર અને દિલ્હી ટોરન્ટો ફલાઈટ શરુ કરશે. એરકેનેડાએ જોન્સન મોર્ડના ફાઈઝર અને કોવિશિલ્ડને માન્ય વેકસીન ગણી છે અને તેના ડોકયુમેન્ટ અગાઉથી અપલોડ કરવાના રહેશે.

(5:46 pm IST)