Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

તાલિબાની આતંકવાદીઓ સાથે લડાઈમાં 6 સૈનિકો સહીત 3 પોલીસ કર્મીના મૃત્યુ

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના તખાર પ્રાંતમાં તાલિબાની આતંકવાદીઓ અને સુરક્ષાબળો સાથે થયેલ લડાઈમાં 6 સૈનિકો સહીત ત્રણ પોલીસ કર્મીના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે  જયારે અન્ય ચાર જવાનને ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.

      પ્રાંતીય સરકારના પ્રવક્તા જાવેદ હેજરીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓએ રવિવારના રોજ રાત્રીના સમયે રાજધાની કાબુલથી 245 કિલોમીટર દૂર દસ્ત-એ-કાલા જિલ્લામાં નવબાદ વિસ્તારમાં એક સુરક્ષા ચોકી પર હુમલો કર્યો હતો જેમાં બને પક્ષો વચ્ચે ભીષણ લડાઈમાં નવ જવાનો શહીદ થયા હતા. આ લડાઈમાં આતંકવાદીઓને પણ મારવામાં આવ્યા છે તેમજ ઈજાગ્રસ્ત થયા હોવાનું પણ માલુમ પડી રહ્યું છે.

(6:44 pm IST)
  • જેતપુર: જેતપુરથી ગોંડલ તરફ વીજળી ના કડાકા ભડાકા - પવન સાથે વરસાદ તૂટી પડયો છે. આખો દિવસ બફારો રહ્યા બાદ મેઘરાજાનું આગમન થતાં ગરમીમાંથી રાહત મળી છે : શહેરમાં બપોર સુધી ભારે બફારા બાદ ૩:૪૫વાગ્યા થી વીજળી ના કડાકા ભડાકા સાથે વરસાદ તુટી પડયો હતો. વરસાદી પાણી રસ્તા ઉપર ફરી વળ્યા હતા access_time 4:21 pm IST

  • માંડવી તાલુકાના કોડાય ગામ પાસેથી રોયલ્ટી વગર રેતી (ખનીજ) ભરેલા બે ટ્રેકટર તથા એક હાઇવા ડમ્પર ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ, ભુજ access_time 6:34 pm IST

  • ફાંસીવાદી સરકાર સામે સંસદથી સડક સુધી લડત આપીશ : કૃષિ બિલનો વિરોધ કરનાર 8 સાંસદો સસ્પેન્ડ થવા સામે મમતા બેનરજીનો આક્રોશ : લોકશાહીના નિયમોનું સરકાર ઉલ્લંઘન કરી રહી હોવાનો આક્ષેપ access_time 1:04 pm IST