Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

દક્ષિણી ફિલીપીંસમાં 6.1ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: દક્ષિણી ફિલીપીંસના સુરીગાઓ ડેલ સુર પ્રાંતમાં સોમવારના રોજ ભુકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે રિક્ટર પૈમાના  પર ભૂકંપની તીવ્રતા 6.1ની આંકવામાં આવી છે. સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  સમુદ્રમાં આ સવારના  6.13 વાગ્યાની આસપાસ મહેસુસ કરવામાં આવ્યા હતા જેની ઉંડાઇ 77 કિલોમીટર માપવામાં આવી છે તેમજ મીડાનાઓ દ્વીપ પર બાયબાસ શહેરથી લગભગ 66 કિલોમીટર ઉત્તર પૂર્વમાં હતું।

      ફિવોલ્કસદ્વારા મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સુરીગાઓ ડેલ નોર્ટ પ્રાંતમાં સુરીગાઓ શહેર અને મિસામિસ ઓરિએન્ટલ પ્રાંત સહીત ગીગુગ સિટીમાં પણ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હતા. હજુ સુધી આ ભૂકંપના જટકાના કારણોસર કોઈ પણ પ્રકારની નુકશાનીના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા નથી. 

(6:44 pm IST)