Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

ઈરાકમાં વિદેશી યાત્રીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો

નવી દિલ્હી:ઈરાકી પ્રશાસને પડોશી દેશોમાં કોરોના વાયરસના વધતા જતા કેસને લઈને દેશમાં વિદેશી યાત્રીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો હોવાનું માલુમ પડી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રી હસન અલ તમિમે માહિતી આપતા  સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે સ્વાસ્થ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ઉચ્ચ સમિતિએ રાજનયિક મિશનોને છોડીને આગામી દિવસોમાં કોઈ પણ વિદેશીને ઇરાકમાં પ્રવેશ કરવા દેવાની અનુમતિ ન આપવાનો નિર્ણય કર્યો છે.

(6:43 pm IST)
  • રાજકોટ શહેર અને જિલ્લામાં એક તરફ કોરોના સંક્રમણની સ્થિતિ ચિંતાજનક છે. ત્યારે છેલ્લાં 15 દિવસના આંકડાઓએ આરોગ્ય તંત્રને રાહત આપી છે. છેલ્લાં 15 દિવસ દરમિયાન રીકવરી રેટ 53 ટકાથી વધીને 76 ટકા પર પહોંચ્યો છે તેમ શ્રી ગુપ્તાએ જણાવ્યુ હતું. access_time 7:28 pm IST

  • રાત્રે 11 વાગ્યે ભારે પવન સાથે અનરાધાર વરસાદ તૂટી પડ્યો : વીજળીના કડાકા ભડાકા :રસ્તાઓમાં પાણી ફરી વળ્યાં : રાત્રે અચાનક વાતાવરણમા પલટો access_time 11:16 pm IST

  • આજે- કાલના મેચો : બેંગ્લોર વિ.હૈદ્રાબાદ- આજે સાંજે ૭:૩૦ : ચેન્નાઈ વિ.રાજસ્થાન- કાલે સાંજે ૭:૩૦ access_time 1:03 pm IST