Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

બ્રાઝિલના મિનસ ગૈરેસ પ્રાંતમાં ટ્રક-બસ વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં 12 લોકોના મૃત્યુ

નવી દિલ્હી:બ્રાઝિલમાં મિનસ ગૈરેસ પ્રાંતમાં પાટોસ ડી મિનસ શહેરમાં હાઇવે પર એક ટ્રક અને યાત્રી બસ વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ઓછામાં ઓછા 12 લોકોના મૃત્યુ નિપજ્યા છે તેમજ અન્ય એક શખ્સને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.

       સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  આ દુર્ઘટના એ સમયે બની હતી જયારે વેન શ્રમિકોને લઈને જઈ રહી હતી  અને રસ્તામાં  આ દુર્ઘટના સર્જાઈ હતી જેમાં યાત્રા કરી રહેલ 12 લોકો પૈકી 11 અને એક ટ્રક ચાલકનું મૃત્યુ નીપજ્યું હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:43 pm IST)