Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

અમેરિકાના ટેક્સાસમાં વિમાન દુર્ઘટનામાં ચારના મૃત્યુ

નવી દિલ્હી:અમેરિકાના ટેક્સાસ પ્રાંતમાં એક નાનું વિમાન દુર્ઘટનાનું શિકાર થતા ચાર લોકોના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. સ્થાનિક મીડિયાએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  હ્યુસ્ટનથી લગભગ 200 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં  હિલટોપના લેક એરપોર્ટ નજીક સવારના 11 વાગ્યા પહેલા વિમાન દુર્ઘટનામાં બે પુરુષ સહીત બે મહિલાઓના મૃત્યુ નિપજ્યા હતા અધિકારીઓએ જણાવ્યું છે કે વિમાનના સવાર ચાર લોકોના મૃત્યુ નિપજ્યા છે.

      સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે પાયલોટે તાત્કાલિક પરિસ્થિતિમાં વિમાનને ઉતારવાનો પ્રયાસ કર્યો હતો અને દુર્ઘટના થવા પહેલા જ સંઘીય ઉડ્યન પ્રશાસનના સાથે તે રેડિયો સંપર્કમાં પણ હતા.

(6:42 pm IST)
  • રાજસ્થાનમાં કોરોનાને કારણે જયપુર, જોધપુર, અજમેર, ઉદયપુર સહિત ૧૧ જીલ્લા હેડકવાટરના જાહેર સ્થળોએ ૧૪૪મી કલમ લાગુ કરી ૪ કે ૪થી વધુ લોકોને એકત્ર થવા ઉપર મનાઇ ફરમાવી છે. ૩૧ ઓકટોબર સુધી કોઇ ધાર્મીક-સામાજીક સમારંભો નહિ થાય access_time 11:31 am IST

  • રાત્રે 11 વાગ્યે ભારે પવન સાથે અનરાધાર વરસાદ તૂટી પડ્યો : વીજળીના કડાકા ભડાકા :રસ્તાઓમાં પાણી ફરી વળ્યાં : રાત્રે અચાનક વાતાવરણમા પલટો access_time 11:16 pm IST

  • બોલીવુડમાં હજુ કેટલી હત્યાઓ થશે ? : કેટલા યુવાનો ડ્રગ્સની લતનો ભોગ બનશે ? : કેટલી મહિલાઓની લાજ લુંટાશે ? : હાથમાં 3 પોસ્ટર સાથે ભાજપ સાંસદ અને ટી.વી.અભિનેત્રી રૂપા ગાંગુલી ( દ્રૌપદી ) ના મુંબઈ પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપર પ્રહારો access_time 12:53 pm IST