Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

ઇરાકમાં બોંબ વિસ્ફોટની ઘટનામાં 12 મોતને ભેટ્યા: અન્ય ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: ઇરાકના પવિત્ર શિયા શહેર કર્બલામાં શુક્રવારના રોજ એક મિનિબસની અંદર થયેલ બોંબ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 12 લોકો મોતને ભેટ્યા છે તેમજ અન્ય ઘણાબધા લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે. ગૃહ મંત્રાલયના અધિકારીઓએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે દક્ષિણ બગદાદથી 110 કિલોમીટર દૂર કર્બલા શહેરમાં સાંજના સમયે મુખ્ય સુરક્ષા ચોકી પાસે યાત્રીઓને લઈને જતી બસની અંદર વિસ્ફોટ થયો હતો. ઈરાકી સુરક્ષાબળોએ ઘટનાવાળા વિસ્તારને સીલ કરીને તપાસ શરૂ કરી દીધી  હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:32 pm IST)