Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

સ્કુલમાં ગમે ત્યારે ખાઇ શકાય એ માટે લિપ બામમાં ચીઝ ભરી દીધું

ન્યુયોર્ક,તા.૨૧:બાળકોને ચીઝ ચોરીછૂપીથી પણ ખાવાની બહુ મજા આવે છે. અમેરિકાના સેન્ટ લુઇસ શહેરની વેલેરી નામની મહિલાએ પોતાની દીકરીનું કારસ્તાન સોશ્યલ મીડિયા પર શેર કયું છે. તેની નવ વર્ષની દીકરી સેલારીએ સ્કૂલમાં પણ ચીઝ ગમે ત્યારે ખાઈ શકાય એ માટે ખાલી લિપ બામની ટ્યુબમાં ચીઝ ભરી દીધું હતું. તે રોજ હોઠ પર લગાવવાના બહાને બામની ટ્યુબ બહાર કાઢતી અને એમાં ભરેલી ચીઝ બટકાં ભરીને ખાઈ જતી. આ વાતની કોઈને જાણ પણ નહોતી થતી. જોકે જયારે તેની મમ્મીએ દીકરીની આ ચાલાકી પકડી ત્યારે તેની સ્માર્ટનેસ સોશ્યલ મીડિયા પર શેર કરી હતી. બાળકીનું આ સ્માર્ટ કારનામું વાઇરલ થઈ ગયું છે અને લોકોએ આ કયુટ કારનામાને ૬૬,૦૦૦થી વધુ લાઇકસ આપી છે અને કેટલાકે તો છોકરીને જિનિયસ ગણાવી દીધી છે.

(3:29 pm IST)