Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

અમેરિકાના મેરીલેન્ડ રાજ્યમાં ગોળીબારીની ઘટનામાં ત્રણના મોત: 3ને ગંભીર ઇજા

નવી દિલ્હી:અમેરિકાના 'મૅરીલૅન્ડ' રાજ્યમાં 'ફાર્મસી ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર' ખાતે એક મહિલાએ કરેલા ગોળીબારમાં ત્રણ લોકોનું મૃત્યુ થયું છે અને ત્રણ લોકો ઘાયલ થયા છે. આ ગોળીબાર પછી હુમલાખોર મહિલાએ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હોવાનું મૅરીલૅન્ડ પોલીસે જણાવ્યું છે.

હાર્ફૉર્ડ કાઉન્ટીમાં આવેલા બાલ્ટિમોર નજીકના પૅરીમૅન વિસ્તારમાં ગુરુવાર સવારે આ ઘટના ઘટી હતી.

હુમલાખોર મહિલાની ઓળખ 26 વર્ષનાં સ્નોચિઆ મોસેલી તરીકે થઈ છે. પોતાને ગોળી મારવાને કારણે થયેલાં ઘાને કારણે તેમનું મૃત્યુ થયું છે. તેમણે કયા કારણોસર હુમલો કર્યો તે નક્કી થઈ શક્યું નથી.

(5:24 pm IST)