Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

મેકિસકોના મડદાઘરમાં ડેડબોડી રાખવા માટે જગ્યા ન હોવાથી ટ્રકમાં ૧૦૦થી વધુ મૃતદેહો રખાયાઃ ટ્રકમાંથી આવતી દુર્ગધથી લોકો પરેશાન

મેક્સિકોના એક કસબામાં મડદાઘરમાં ડેડબોડીઝને રાખવા માટે જગ્યા નથી. અધિકારીઓએ અસ્થાયી રૂપે આના માટે એક ટ્રકનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. ટ્રકમાં કથિત રીતે 100થી વધુ મૃતદેહ રાખવામાં આવ્યા છે. ટ્રકને પાર્ક કરવા માટે જ્યાં પણ લઈ જવાય છે ત્યાં લોકો ફરિયાદ કરવા લાગે છે. મૃતદેહની દુર્ગંધથી લોકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેક્સિકો શહેરના ગ્લાદલહરાના ઉપનગરમાં અધિકારીઓ ઘણી જગ્યાએ ટ્રકને ઊભી રાખવાના પ્રયત્ન કર્યા પણ લોકો તેની સામે વાંધો ઉઠાવતા દેખાયા. સૌથી પહેલા એક સ્થાનિક મેયરે અધિકારીઓને ટ્રક હટાવવાના સંકેત આપતા દાવો કર્યો કે, ટ્રકને ગેરકાયદેસર ઊભી રાખવામાં આવી છે. એક સમાચાર એજન્સીએ જણાવ્યું કે, ટ્રકમાંથી આવી રહેલી દુર્ગંધને કારણે બાળકો પર તેની ખરાબ અસર થઈ રહી હતી અને તે દુર્ગંધ વધુને વધુ તીવ્ર થઈ રહી હતી.

એક સ્થાનીક વ્યક્તિએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, તેમના આસ-પડોસમાં ઘણા બાળકો છે અને તે દુર્ગંધને કારણે બીમાર પડી શકે છે. રૉયટર્સની રિપોર્ટ અનુસાર સોમવારે અધિકારીઓ ટ્રકને ગ્વાદલહારાના માલ-ગોડાઉન તરફ લઈ ગયા. ટ્રકમાં આશરે 100થી વધારે લાશો હોવાની વાત કહેવામાં આવી છે. અધિકારીઓએ કહ્યું કે, આ એવા લોકોની લાશો છે જેઓ સંગઠિત અપરાધના પીડિતોની છે અને તેમને રાખવા માટે કોઈ જગ્યા નથી. રિપોર્ટ્સ અનુસાર મેક્સિકોમાં ગત વર્ષે આશરે 30 હજારથી વધુ લોકોની હત્યા કરી દેવાઈ છે અને ગ્વાદલહારામાં હિંસામાં સતત વધારો થઈ રહ્યો છે.

(4:52 pm IST)