Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

તાન્ઝાયિના વિકટોરિયા લેકમાં બોટ પલટી ખાઇ જતા ૪૪ના મોત

લંડન, તા.૨૧:  આફ્રિકી દેશ તાન્ઝાનિયાના વિકટોરિયા લેકમાં બોટ પલટી ખાઇ જતા ૪૪ લોકોના મોત થયા. એક રિપોર્ટના અહેવાલ પ્રમાણે તાંઝાનિયા, કેન્યા અને યુગાન્ડા વચ્ચેથી પસાર થતા આફ્રિકાના સૌથી મોટા વિકટોરિયા લેકના બે ટાપુઓ વચ્ચે આ દુર્ઘટના થઇ હતી. સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ, બોટમાં કેટલા લોકો સવાર હતા તેની માહિતી મળી નથી. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે બોટમાં તેની ક્ષમતા કરતા વધુ લોકો સવાર હતા. જણાવાઇ રહ્યું છે કે બોટમાં ૪૦૦ થી ૫૦૦ લોકો સવાર હતા.

ઇમરજન્સી રિસ્પોન્સ ટીમોએ આ દરમિયાન ૩૭ લોકોને બચાવ્યા હતા. પ્રાદેશિક કમિશનર જહોન મોંગેલાએ સ્થાનિક તાન્ઝાનિયા ટેલિવિઝન ચેનલ આઇટીવીને જણાવ્યું હતું કે અંધારૃં થઇ જવાથી બચાવ કામગીરીને રોકવામાં આવી હતી, પરંતુ સવારે ફરી બચાવ કામગીરી શરૂ કરાઇ છે. પૂર્વ આફ્રિકાના દેશોમાં બોટ અકસ્માતો સામાન્ય છે. વર્ષ ૧૯૯૬માં એમવી બુકોબા ફેરી ડૂબવાની ઘટનામાં ૮૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા.(૨૩.૮)

(2:46 pm IST)