Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

જપાનનાં બાળકો હેલ્ધી ખોરાક લેતાં હોવાથી વિશ્વમાં સૌથી ખુશમિજાજી

ટોકીયો, તા.૨૧: 'ધ લેન્સેટ' નામના મેગેઝિનમાં પ્રગટ કરવામાં આવેલા અભ્યાસ મુજબ જપાનના બાળકો વિશ્વમાં સૌથી વધારે સ્વસ્થ અને ખુશહાલ સ્થિતિમાં છે. જાપાનનાં બાળકોનું આયુષ્ય પણ અન્ય બાળકો કરતાં લાંબું હોવાનું અભ્યાસમાં નોંધાયું છે. એનું સૌથી મોટું કારણ એવું છે કે જાપાનના પેરન્ટ્સે બાળકોને હેલ્ધી ફૂડ ખવડાવવાના મુશ્કેલ કાર્ય પર વિજય મેળવ્યો છે. અભ્યાસમાં નોંધવામાં આવ્યું છે. કે બાળકો વાનગીઓના પુનરાવર્તન અને સમાન સ્વાદથી કંટાળે છે. એ ઉપરાંત તેમની ફૂડ-હેબિટ્સ ઝડપથી બદલાતી હોય છે. બાળકોના રૂચિકર પદાર્થો અને વાનગીઓ જાણવાં-સમજવાં જરૂરી છે. સ્વાદનું અને પદાર્થોનું વૈવિધ્ય ધ્યાનમાં રાખીને વાનગીઓ-હેલ્ધી ફૂડ પીરસવાની તકેદારી રાખવાની કુશળતા જપાની પેરન્ટ્સે કેળવી છે. બાળકોની રૂચિ અને પસંદગી નોંધીને જુદી-જુદી રીતે હેલ્ધી ફૂડ પીરસવામાં આવે તો પેરન્ટ્સને ઝાઝી મુશ્કેલી નથી પડતી. વારંવાર એક જ પદાર્થ ન ખવડાવવામાં આવે અને કોઇ પણ વસ્તુ ખાવાની બળજબરી ન કરવામાં આવે તો બાળક ખુશ રહે છે. બાળકને ખવડાવવામાં યુકિત અનિવાર્ય છે. એ યુકિત જપાનના પેરન્ટ્સે હસ્તગત કરી હોવાથી ત્યાંના પરિવારોમાં ટપુડિયાઓને જમાડવાની કચકચ નથી થતી.

(2:39 pm IST)