Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

પઇનકિલરને બદલે સાકરની ગોળીઓ પણ કયારેક દુખાવામાં રાહત આપી શકે

નવી દિલ્હી તા ૨૧ :  બજારની કોઇ પાવરફુલ પેઇનકિલર દવાની માફક સાકરની ગોળીઓ પણ અસરકારક રીતે દુઃખાવો મટાડી શકે છે. અમેરિકાની નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીના વિજ્ઞાનીઓના પીઠના દુઃખાવાના ૬૦ દર્દીઓના જર્નલ ' નેચર કમ્યુનિકેશન્સ'માં પ્રકાશિત અભ્યાસલેખમાં જણાવવામાં આવ્યા મુજબ સાકરની ગોળીની દરદીના મન પર થતી સુખદ અસર (પ્લેસિબો ઇફેકટ) ને કારણે પીડાની લાગણી ઘટે છે.

મગજની આંતરિક સ્થિતિ અને માનસિક લક્ષણો પર આધારિત અસરોને કારણે પીડા તરફથી ધ્યાન હટે છે. અભ્યાસમાં નોંધવામાં આવ્યું છે કે સાકરની ગોળી આપતી વેળા '' આ દવાથી તમને સારુ થઇ જશે '' એેમ કહેતાની સાથે એ વ્યકિતનું દિમાગ પ્રતિસાદ આપવા સજ્જ થઇ જાય છે. સાઇકોલોજી અને બાયોલોજીની દ્રષ્ટિએ વ્યકિતની સ્થિતી રિસ્પોન્સિવ બને છે. દરદીઓને એમ કહી શકાય કે ' આ દવાની ફિઝિયોલોજિકલ ઇફેકટ નથી, પરંતુ મગજ નિશ્ચતરૂપે પ્રતિસાદ આપશે' મુખ્ય દવા અને પ્લેસિબો ઇફેકટ ધરાવતી દવાની સમાન પ્રકારની અસર નોંધાઇ છે. એ સંજોગોમાં સમાન પરિણામો મેળવવા માટે દરદીને એકટિવ ડ્રગને બદલે નોન-એકટિવ ડ્રગ આપવી વધારે ઊચિત છે.સંશોધનમાં નોંધવામાં આવ્યું છે કે મોટા ભાગની ફાર્માકોલોજિકલ ટ્રીટમેન્ટ્સની લાંબા ગાળાની નુકસાનકારક અસરો હોય છે. એ ઉપરાંત દરદીઓ એ દવાઓના બંધાણી થઇ જવાની શકયતા રહે છે.

(2:33 pm IST)