Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

જીંદગી બદલવા માટે પહેલા તમારા વિચાર બદલો અને આગળ વધો

 ઘણી વાર તમે સાંભળ્‍યુ હશે કે કેટલાય લોકો કહેતા હોય છે કે હું જેવો છું.. એવો જ રહીશ.. હું ક્‍યારેક નહિં બદલુ. પરંતુ, સત્‍ય એ છે કે જ્‍યારે તમે ોટા થતા જાવ છો તેમ તમારામાં કેટલીય વસ્‍તુઓ નવી આવે છે, જ્‍યારે કેટલીય વસ્‍તુઓ દૂર થઈ જાય છે. તે મુજબ જોઈએ તો તમે દર ક્ષણે બદલી રહ્યા છો. તેથી જો તમે તમારી જીંદગીને બદલવા ઇચ્‍છો છો તો પહેલા તમે તમારા વિચારને બદલો.

* સૌથી પહેલા તમારી શક્‍તિઓ પર ક્‍યારેય પ્રશ્‍નાર્થ ચિホ ન લગાવવુ. આવા નેગેટીવ વિચારથી તમે તમારી ક્ષમતાઓ પર સવાલ કરો છો. તેથી તેને બદલો.

* પોતાની ક્ષમતાઓ પર અભિમાન કરવુ પણ ઘાતક હોય છે. આવી આદતને બદલવી જરૂરી છે.

* આવી રીતે તમારી કાબીલીયતને પારખ્‍યા વગર ઓછી આંકવી એ પણ પોતાની જાતને નુકશાન પહોંચાડયા બરાબર છે. તેમાંથી પોતાની જાતને બહાર લાવો.

* એ વાત સાચી છે કે પોતાની ક્ષમતાના સ્‍તર કરતા વધુ મોટા સ્‍તર પર કાર્ય કરવામાં થોડો ડર તો લાગે જ છે. પરંતુ, ડરને તમારા હૃદયમાં ઘર કરવા ન દો. તેથી ડરને બહાર કાઢીને પોતાની જાતને બદલો.

* બધા કામ કર્યા પહેલા જરૂર કરતા વધુ વિચારવુ પણ યોગ્‍ય નથી. તેમાંથી પણ બહાર નીકળો.

* તમે સમજી-વિચારીને, સૂંપૂર્ણ યોજના બનાવીને વિવેક બુદ્ધિથી કામ કરશો તો તમે જરૂર સફળ થશો.

* કોઈ પણ લક્ષ્યને તમારા હોંસલાથી મોટો માનવો પણ યોગ્‍ય નથી. તેને પણ તમારા મગજમાંથી બહાર કાઢી નાખો.

(11:31 am IST)