Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

માર્કેટમાંથી લાવેલા ઇંડાંમાંથી મરઘીના બચ્‍ચાં નિકળી આવ્‍યાં

મોસ્‍કો તા.૨૧: રશિયાના મોસ્‍કોમાં ઇરિના નામનાં બહેનનું કહેવું છે કે તેઓ સુપર માર્કેટમાંથી જે ઇંડાં ખરીદી લાવેલાં એ થોડાક દિવસ ઘરમાં એમ જ પડી રહેતાં એમાંથી બચ્‍ચાં બહાર આવી ગયાં હતાં. સામન્‍ય રીતે ખાવા માટે વેચાતાં ઇંડાંને સેવવામાં આવ્‍યા ન હોવાથી એમાંથી બચ્‍ચા પેદા નથી થઇ શકતાં. જો કે ઇરિના ઇંડાં ખરીદીને એને એમ જ બહાર ભુલી ગયેલી અને તે ત્રણ વીક માટે બહાર ફરવા જતી રહી. જયારે તે ઘરે પાછી આવી ત્‍યારે રસોડામાંથી વિચિત્ર અવાજ આવવા લાગ્‍યો. જોયું તો બારી પાસે પડેલી ઇંડાંની ટ્રેમાંથી અવાજ આવતો હતો. એમાંથી બે ઇંડાંનાં શેલ તુટી ગયાં હતાં અને અંદર બચ્‍ચાં ફફડી રહયાં હતાં. ઇરિનાનું કહેવું છે કે તેની નજર સામે આ ઇંડામાંથી બે મરઘીનાં બચ્‍ચાં બહાર આવી ગયાં અને કલબલાટ કરી મુકયો.

(11:29 am IST)