Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

કર્મચારીઓ વહીવટી કામમાં વેડફી નાખે છે પોતાનો સમય

નવી દિલ્‍હી તા. ર૧ :.. મોટા ભાગના કર્મચારીઓની કાર્યક્ષમતા વહીવટી કામ પાછળ વેડફાતી હોય છે એમ એક સર્વેમાં જાણવા મળ્‍યું છે. આ સર્વે ૩૧ જૂલાઇ અને ૯ ઓગસ્‍ટ દરમ્‍યાન ઓસ્‍ટ્રેલીયા, કેનેડા, ફ્રાન્‍સ, જર્મની, ભારત, મેકિસકો અને બ્રિટનના લગભગ ર૮૦૦ પાર્ટ ટાઇમ તેમજ ફુલ ટાઇમ કર્મચારીઓ પર કરવામાં આવ્‍યો હતો. સર્વે મુજબ ૮૬ ટકા (પ્રત્‍યેક દસમાંથી નવ) કર્મચારીઓ એમ માને છે કે તેઓ રોજ ખાસ્‍સો સમય તેમના મુળ કામ સાથે સંબંધિત ન હોય એવાં ચોકકસ કામોમાં વાપરી નાખે છે. આ ચોકકસ કામોમાં ગ્રાહકો, પેશન્‍ટસ કે સ્‍ટુડન્‍ટસનો સર્વિસ આપવી (પ૬ ટકા), સહકર્મચારીઓ સાથે સહકાર સાધવો (૪ર ટકા), વહીવટી કામો (૩પ ટકા), શારીરિક શ્રમ (૩૩ ટકા) કે પછી ઇ-મેઇલના જવાબ વાળવા (૩૧ ટકા) જેવા કામો મુખ્‍ય હોય છે.

(11:29 am IST)