Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

વૈજ્ઞાનિકો માટે કોયડો બન્‍યું છે ઝાડ પર ઊગતું લોહીથી લથબથ મગજ

લંડન તા.૨૧: ડેનમાર્કના એક ટાઉનમાં ઝાડ પર ઊગતા પોચા ગરને કારણે સ્‍થાનિકોમાં અચરજ, ભય અને સનસનાટી ફેલાઇ છે. વાત અમે છે કે ૩૯ વર્ષના નોસગાર્ડ અટક ધરાવતા એક ભાઇ પોતાના ડોગીને ચલાવવા માટે ઘરેથી નિકળ્‍યા ત્‍યારે રસ્‍તામાં આવતા આ વૃક્ષ પર તેમની નજર પડી. એ વૃક્ષ પર જાણે કોઇક માણસનું મગજ ચોંટયું હોય એવો નજારો જોઇને ભાઇ ગભરાઇ ગયાં. તેમણે આ વૃક્ષની તસ્‍વીર સોશ્‍યલ મીડિયા પર અપલોડ કરતાં લોકો એ જોવા માટે ઊમટી પડયા. નોસગાર્ડનું કહેવું હતું કે મેં આ પહેલાં વૃક્ષ પર મગજની જેમ ધબકતી ચીજ કયારેય જોઇ નથી. દેખાવમાં એ કાચા માંસ જેવું દેખાય છે અને એમાંથી લાલ રંગનું પ્રવાહી નીતરે છે. વનસ્‍પતિશાષાીઓ પણ આ જોઇને અચંબામાં છે. તેમનું અનુમાન છે કે આ એક પ્રકારની ફૂગ હોઇ શકે છે. જો કે સોશ્‍યલ મીડિયા પર લોકો ભાતભાતની વાતો કરી રહયા છે. કોઇકનું કહેવું છે કે આ ઝાડનું માસ છે તો કોઇકનું કહેવું છે કે આ ઝાડમાંથી એક દિવસ અચાનક શેતાન પ્રગટ થશે.

(11:28 am IST)