Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

પોરસ દ્વીપમાં હેલીકૉપટર ક્રેશ થતા દુર્ઘટના સર્જાઈ: ત્રણ લોકોના મોત

નવી દિલ્હી: પોરસ દ્વીપના સમુદ્ર વિસ્તારમાં મંગળવારના રોજ એક હેલીકૉપટર દુર્ઘટનાનું શિકાર બનતા ઓછામાં ઓછા ત્રણ લોકો મોતને ભેટ્યા છે દ્વીપના મેયર યાનિસ ડ્રિમીટ્રીયદિષ્ટના કહેવા મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બે રશિયન નાગરિકોના મૃતદેહને પહેલા કેબિનમાંથી શોધવામાં આવ્યા હતા જયારે હેલીકૉપટરના ગ્રીક પાયલોટનું મૃતદેહ શોધખોળોએ સમુદ્રમાંથી શોધી કાઢ્યું હતું.

     એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એથેસ જઈ રહેલ હેલીકૉપટર ઉડાન ભર્યાના થોડાક સમય પછી વીજળીના તાર સાથે અથડાઈ જતા આ દુર્ઘટના સર્જાઈ હતી અને આ દુર્ઘટનામાં ત્રણ લોકો મોતને ભેટ્યા છે જેમાં બે રશિયન નાગરિકનો સમાવેશ થઇ રહ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:21 pm IST)