Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

હોર્મુઝ માટે મુસીબત બનેલ ઈરાન વિરુદ્ધ અમેરિકા આપશે ઓસ્ટ્રેલિયાનો સાથ

નવી દિલ્હી: હોર્મુઝની ખાડીમાં ભય રૂપ બનેલ ઈરાનની વિરુધ્ધડ ઓસ્ટ્રેલિયાને અમેરિકા આપશે સાથ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને બુધવારના રોજ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તેલ ટેન્કરો તેમજ કાર્ગો જહાજોને ઈરાનથી ખતરો છે. અમેરિકા ફારસની ખાડીમાં અને ઓમાનની ખાંડીને જોડનાર હોર્મુઝ જલડમરુંમધ્યની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે તે એક આંતરરાષ્ટ્રીય ગઠબંધન બનાવવા ઈચ્છે છે. અમેરિકાએ આ હુમલાને લઈને ઈરાનને જવાબદાર ગણાવ્યું છે પરંતુ ઈરાને આ આરોપને સ્વીકારવાની મનાઈ કરી દીધી છે. આ પ્રકારની ઘટનાઓ આ વિસ્તારમાં ભય રૂપ સાબિત થઇ શકે તેમ છે તેવું જાણવામાં આવી રહ્યું છે.

(6:18 pm IST)