Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

આ યુવતીએ તો ગઝબ કર્યું: ટ્રેનની અંદર લગાવ્યો સેલ્ફી કેમેરો: કર્યું પોતાનું ફોટોશૂટ

નવી દિલ્હી: સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જેમાં દરરોજ કંઈકને કંઈક નવું નવું વાયરલ થતું રહે છે હાલમાં એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકોં તેના ખુબજ દીવાના બની ગયા છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ન્યુયોર્કમાં એક મહિલાએ ટ્રેનની અંદર ગ્લેમરેસ ફોટૉશૂર કરાવ્યું છે પરફેક્ટ ફોટો માટે તેમને એવા એવા પોઝ આપ્યા છે જેને જોઈને લોકો ખુબજ હેરાન રહી ગયા છે.

   વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે આ મહિલાએ કાળા કલરના કપડાં પહેર્યા છે અને તેમને પોતાના ફોનના કેમેરાથી ફોટોશૂટ કર્યું છે. આ મહિલાએ બધા જ એંગલથી ફોટોશૂટ કર્યું છે અને આ વીડિયોને ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે અત્યારસુધીમાં આ વીડિયોને 8 મિલિયનથી પણ વધુ લોકો જોઈ ચુક્યા છે.

(6:17 pm IST)