Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

અફઘાનિસ્તાનમાં મધ્યરાત્રીએ હવાઈ હુમલો: 18 આતંકવાદીને ઠાર: અન્ય દસ ઈજાગરસ્ત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના ઉતરી પ્રાંત તખારના ઈશકામીશ જિલ્લામાં તાલિબાની જગ્યાને નિશાન બનાવીને મધ્યરાત્રીએ  હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં 18 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે તેમજ અન્ય 10 આતંકવાદીને ગંભીર રીતે ઇજા પહોંચી છે.

   પ્રાંતીય ગવર્નરના પ્રવક્તા મહોમ્મ્દ જવાદ હજારીએ આજ રોજ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હવાઈ હુમલામાં મંગળવારના રોજ મધ્યરાત્રીએ કરવામાં આવ્યો હતો જેમાં 18 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે તેમજ અન્ય 10 આતંકવાદીને ગંભીર રીતે ઇજા પહોંચી છે.

(6:16 pm IST)