Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

દર્દીનું બ્લડપ્રેશર નોર્મલ થઇ જાય છે

૭૦૦ સુગંધીદાર છોડને કારણે આ હોસ્પિટલમાં પહોંચતાજ

સિંગાપુર તા ૨૧  : સિંગાપોરમાં એક હોસ્પિટલ છે જયાં અત્યાર સુધીમાં આઠ લાખથી વધુ દરદીઓનો ઇલાજ થયો છે. આ હોસ્પિટલનો દાવો છે કે એની આસપાસ જે હરિયાળી છે એ માનસિક અને શારીરીક સ્વાસ્થય માટે દવા જેવુઁ કામ  કરે છે. અહીંના દર્દીઓ શાકભાજી ઉગાડવાનું અને છોડની સંભાળ લેવાનું કામ પણ કરે છે. હોસિપટલમાં તમે પ્રવેશો એટલે ટિપીકલ સ્પિરિટની વાસ અને દરદીઓની પીાડા જોઇને સ્વસ્થ વ્યકિત પણ સ્ટ્રેસ અનુભવવા લાગે છે, પણ સિંગાપોરમાં એવી હોસ્પીટલ છે, જાયાં આવીને દરદીઓનું સ્ટ્રેસ લેવલ ઘટે છે. સીપીજી કોર્પોરેશન કંપનીને એક એવી હોસ્પિટલ બનાવવાનું કહેવામાં આવ્યું હતું જેનાથી દરદીઓ તાણમાં ન આવે. એ માટે કંપનીએ હરિયાળીનો સહારો લીધો. કંપનીએ હોસ્પિટલના વિશાળ રૂમો બનાવ્યા અને એની આસપાસ ૧૦૦૦ થી વધુ છોડ રોપી દીધા. એમાંથી ૭૦૦ વૃક્ષો સુગંધ આપતા છોડ છે. હોસિપટલની આજુ બાજુની લીલોતરી જ દરદીઓ માટે દવાની ગરજ સારે છે. દરદીઓ અહીં ગાર્ડનમાં શાકભાજી ઉગાડવામાં અને છોડની દેખભાળ કરવામાં પણ ભાગ લે છે. ૨૦૧૦માં ખુલ્લી મુકાયેલી આ હોસિપટલ બીજી શહેરી મેડિકલ ફેસિલિટી કરતા એકદમ અલગ છે. એની સફળતા જોઇને હવે મલેશિયા, ચીન, અને પાકિસ્તાનમાં પણ આ પ્રકારની હોસ્પિટલ બનાવવાનું  શરૂ થયું છે. છેલ્લા ઘણા વખતથી ચાલી રહેલા સંશોધનમાં એવો દાવો  કરવામાં આવ્યો છે કે અહીંના પ્રાકૃતિક વાતાવરણને કારણે દરદીઓના શારીરીક-માનસિક સ્વાસ્થયમાં ખુબ ઝડપથી સુધારો આવે છ હોસ્પિટલની છત પર પણ એક ગાર્ડન છે. એમાં ૨૦૦ પ્રકારની વનસ્પતિઓ છે. ૧૦૦ મધ્યમ ઊંચાળવાળા ફળના વૃક્ષો છે. પ૦ શાકભાજી અને ૫૦ જડીબુટીઓના છોડ છે .

(4:04 pm IST)