Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

બરાક ઓબામાએ હાઇસ્કુલમાં પહેરેલી બાસ્કેટબોલની જર્સી ૮૫લાખમાં વેચાઇ

ન્યુયોર્ક,તા.૨૧:અમેરિકાના ભુતપુર્વ  રાષ્ટ્રપતિ ઓબામા જયારે ૧૮ વર્ષના હતા ત્યારે એટલે કે ૧૯૭૮-૭૯ની સાલમાં બાસ્કેટબોલની ટીમમાં ૨૩ નંબરની જર્સી પહેરી હતી. આ જર્સી ૩૯ વર્ષ બાદ ઓકશનમાં મુકાઇ હતી. એમ માટે લગભગ ૩૭ જણે બોલી લગાવી હતી એક લાખ ડોલરથી બોલીની શરૂઆત થઇ હતી અને ૧,૨૦,૦૦૦ ડોલર એટલે કે લગભગ ૮૫ લાખ રૂપિયામાં એ વેચાઇ હતી. આ જર્સી તેમની સ્કુલના જુનિયર પીટર નોબલે એકશનમાં મુકી હતી.પંચાવન વર્ષના પીટર પાસેથી આ જર્સી અમેરિકાના જ એક સંગ્રહકર્તાએ ખરીદી હતી, પણ એનું નામ જાહેર કરવામાં નહોતું આવ્યું.ઓબામા જ્યારે હવાઇની પુનાહો હાઇસ્કુલમાં ભણતા હતા. ત્યારે પહેરી હતી. બાસ્કેટબોલની ગેમ ઓબામાને બહુ જ ગમતી હોવાથી વાઇટ હાઉસમાં પણ તેઓ પોતાના સ્ટાફ , મહેમાનો , સેલિબ્રિટીઝ અને સગાસંબંધીઓ સાથે બાસ્કેટબોલ રમતા જોવા મળી જતા હતા. પીટર નોબલ એ જ હાઇ સ્કુલમાં ઓબામાથી ત્રણ વર્ષ પાછળ અભ્યાસ કરતા હતા. પીટરે ઓકશનમાં મળેલી રકમમાંથી થોડીક રકમ આ સ્કુલને પણ દાનમાં આપશે.

(4:04 pm IST)