Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

૨૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપેસાઇકલ ચલાવીને ૨૪ વર્ષ જૂનો રેકોર્ડ તોડયો

લંડન તા ૨૧  : ઇંગ્લેન્ડના ૪૫ વર્ષના સાઇકિલસ્ટ નીલ કેમ્પબેલે ૨૪ વર્ષ પહેલા ડચ સાઇકિલસ્ટે બનાવેલો રેકોર્ડ તાજેતરમાં તોડયો હતો. આ માટે નીલે ૨૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સાઇકલ ચલાવી હતી. આ રેકોર્ડ બનાવવા માટે નીલ કેમ્પબેલે રનવે પર પોર્શ કારની સાથે રેસ લગાવી હતી. આ  રેસ નોર્થ યોર્ડશરથી એલવિગ્ટન એરફીલ્ડ સુધી ચાલી હતી. રેસ દરમ્યાન નીલે સાઇકલ પર પોર્શની સ્પીડની બરાબરી કરી હતી. અલબત, આ રેસમાં ઉપયોગમાં લેવામાં આવેલી  કારને ખાસ સ્પીડમાં દોડવા માટે તૈયાર કરવામાં આાવી હતી. આ કસ્ટમમેડ સાઇકલની કિંમત છે ૧૩ લાખ રૂપિયા, વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે નીલ કેમ્પબેલ ઘણા મહિનાઓથી પ્રેકિટસ કરી રહ્યો હતો. ૧૯૯૫માં નેધરલેન્ડ્સના સાલકિલસ્ટે ૨૬૮.૭૬ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સાઇકલ ચલાવી હતી. જે રેકોર્ડ હજી સુધી કોઇ તોડી શકયું નહોતું. નીલે ૨૮૦ કિલોમીટરની ઝડપ સાથે લગભગ  અઢી દાયકા જુનો વિક્રમ પોતાના નામે કર્યો હતો.

(4:03 pm IST)