Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

૧૦૩ વર્ષે સ્કાય ડાઇવિંગ કરનારાં વિશ્વનાં સૌથી ઓલ્ડેસ્ટ દાદીને મળો

ન્યુયોર્ક તા. ર૧: અમેરિકાના સીએટલ શહેરમાં રહેતાં ૧૦૩ વર્ષના દાદી કેથરિન હોજીસે ગયા અઠવાડિયે સ્કાયડાઇવિંગ કરીને રેકોર્ડ બનાવ્યો અને તેમના પરિવારજનોને જ નહીં. વિશ્વને પણ ચકિત કરી દીધું હતું. વાત એમ હતી કે તેમનો દીકરો વોરેન હોજીસ ઘણી વાર સ્કાયડાઇવિંગ કરી ચૂકયો હતો અને તેની ઇચ્છા હતી કે તેની બહાદુર મમ્મી પણ એ ટ્રાય કરે. ૧૦૩ વર્ષની ઉંમરે કિટી તરીકે પોતાને ઓળખાવતાં કેથરિને એક સ્કાઇડાઇવિંગ સ્કૂલના ઇન્સ્ટ્રકટરની મદદથી ૧૦,૦૦૦ ફુ઼ટ ઊંચે ઊડી રહેલા પ્લેનમાંથી કુદકો માર્યો હતો. આ સ્ટન્ટ તેમના દીકરા વોરેન અને અન્ય સગાસંબંધીઓએ લાઇવ નિહાળ્યો હતો અને દાદીને પ્રોત્સાહન આપ્યું હતું. ઓસ્ટ્રેલિયામાં કોઇ મહિલાએ ૧૦ર વર્ષે સ્કાયડાઇવિંગ કર્યું હોવાનું નોંધાયું છે જોકે કિટી એનાથી એક વર્ષ મોટાં છે. એટલે તેમના દીકરાએ દાદીના આ પરાક્રમ માટે ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સ માટે દાવેદારી નોંધાવી છે.

(3:36 pm IST)