Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

65 વર્ષ પછી મળ્યા ઉત્તર કોરિયા અને દક્ષીણ કોરિયાના પરિવારના સભ્યો

નવી દિલ્હી: 65 વર્ષ પહેલા ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચેનું યુદ્ધ પૂર્ણ થઇ ગયું હતું પરંતુ ભાગલાના કારણે વિખુટા પડેલ લાખો લોકોએ ઘણા પ્રયત્નો પછી પણ પોતાના પરિવારના સભ્યોને નહોતા મળી શક્યા બને દેશોએ સોમવારના રોજ આવા પરિવારો માટે રીયુનિયન પ્રોગ્રામ રાખ્યો હતો તેના માટે 57 હજાર નાગરિકોને આવેદન આપવામાં આવ્યું હતું પરંતુ લોટરીની મદદથી માત્ર 172 લોકોને પરવાનગી આપવામાં આવી હતી જેમાં 83 ઉત્તર કોરિયાના લોકો અને 89 દક્ષિણ કોરિયાના લોકો ત્રણ દિવસ સુધી ચાલેલ આ કાર્યક્રમમાં 11 કલાક સુધી લોકો એકબીજાના પરિવારના લોકોને મળી શક્યા હતા.

(6:06 pm IST)