Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

જર્મનીમાં પેરેન્ટ્સના સ્માર્ટફોનના વળગણથી બાળકોને ખતરો

બર્લીન તા.૨૧: જર્મનીમાં ગયા વર્ષે આશરે ૩૦૦ લોકો ડુબીને મૃત્યુ પામ્યા હતા અને એમા મોટા ભાગનાં બાળકો હતાં. બાળકોને સ્વિમિંગ-પૂલમાં લઇને આવનારાં મમ્મી-પપ્પા તેમને પૂલમાં મોકલ્યા બાદ તેમના પર ધ્યાન આપવાને બદલે તેમના સ્માર્ટફોનમાં વ્યસ્ત થઇ જાય છે. તેઓ ડાબે કે જમણે પણ જોતાં નથી પણ માત્ર સ્માર્ટફોનમાં વ્યસ્ત રહે છે. તેઓ એમ માનતાં હોય છે કે બાળકો જાણે કિન્ડર ગાર્ટનમાં છે અને તેઓ સલામત છે, નાનાં બાળકોને તરતાં પણ આવડતું હોતું નથી તેથી બાળકો ડુબી જવાની ઘટનાઓ બને છે. આવી ઘટનાઓના પગલે જર્મનીની પોલીસે સ્વિમિંગ પૂલોના સંચાલકોને બાળકો નહાઇ રહયાં હોય ત્યારે વધારે સતર્ક રહેવાની તાકીદ કરી છે.

(3:27 pm IST)