Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

આ બહેને બીજી મહિલાનું દૂધ પીને ૧૩ કિલો વજન ઘટાડયું

લંડન તા ૨૧ : વજન ઘટાડવા માટે લોકો કેવા-કેવા કિમીયા અજમાવે છે એ નવાઇ પમાડનારૂ  છે. બ્રિટનની બિયાન્કા કોલિન્સ નામની મહિલા જાડી હોવાથી તેના બોયફ્રેન્ડે તેને છોડી દીધી હતી. આ વાતે તેને એટલું લાગી આવ્યું કે તે વજન ઘટાડવા કંઇ પણ  કરવા તૈયાર થઇ ગઇ. તેણે વજન ઘટાડવા માટે હ્યુમન-મિલ્ક પીવાનૂ઼ શરૂ કર્યુ અને હવે તેનું વજન ૧૩ કિલો જેટલું ઘટી ગયું હોવાનો દાવો કર્યો છે. બ્રિયાન્કાને તેના જિમના ટ્રેઇનરે સલાહ આપેલી કે ્રેસ્ટ-મિલ્ક સોૈથી પોૈષ્ટિક હોય છે અને એનાથી વેઇટ-લોસમાં પણ મદદ થાય છે.બ્રિયાન્કાને પહેલી વાર તેના જિમ-ટ્રેલનરે જ હ્યુમન-મિલ્ક ટેસ્ટ કરાવ્યું હતું એક દિવસ તેણે એક બોટલ આપેલી એમાં પિન્ક રંગનું પ્રવાહી હતું. બ્રિયાન્કાનેએ ખુબ ટેસ્ટી લાગ્યું ત્યારે ટ્રેઇનરે કહ્યું કે એ બ્રસ્ટ-મિલ્કમાં સ્ટ્રોબરી પ્રોટીન શેક મિકસ કરેલો છે જે વજન ઘટાડવામાં કરશે. બસ પછી તો બહેને કયાંથી હ્યુમન-મિલ્ક મળશે એ શોધી કાઢયું અનેઓન લાઇન કોઇ અજાણી મહિલા પાસેથી એ મગાવવાનું શરૂ કરી દીધું.તે ૧૮ મહિનાથી આ દુધ પી રહી છે. આ મિલ્ક તેના ઘરે ડિલિવરી થાય છે. એમાં તેવિવિધ પ્રકારના પ્રોટીન પાઉડર મેળવીને પીએ છે અને ૯૦ કિલોમાંથી ૧૩ કિલો વજન ઘટાડી દીધું છે. જોકે આ માટે તેણે ૧૮ મહિનામાં લગભગ ૩ લાખ રૂપિયાનું આંધણ કર્યુ છે.

(3:26 pm IST)