Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

આ બાળક મેળવવા યુગલે ૧૬૧૬ સિરિન્જ વાપરી

ન્યુયોર્ક તા ૨૧ : અમેરિકાના એરિઝોનામાં પેટ્રિસિયા અને ક્રિમ્બર્લી નામના લેસ્બિયન યુગલે બાળક મેળવવા માટે ચાર વર્ષ સુધી જે સફર કરી એનલ ચિતાર આપતી તસ્વીર તેણે પોતાની યોટોગ્રાફર ફ્રેન્ડ સમેન્થા પાસે લેવડાવી હતી. આ યુગલ ૨૦૧૪ થી  ડોનર સ્પર્મની મદદથી બાળક મેઇવવા કોશિશ કરતું હતું પણ તેને સફળતા નહોતી મળતી. આ સારવાર દરમ્યાન તેમણે જે.ટલીપણ સિરિન્જ વાપરી એ તમામ તેમણે સંઘરી રાખેલી. અનેકવાર નિષ્ફળ ગર્ભધાનના પ્રયત્નો અને ત્રણ વાર મિસકેરેજ થયા પછી આખરે તેમના ઘરે એક દિકરાનો જન્મ થયો છે. જેનું નામ તેમણે લંડન રાખ્યું છે. આ આખીયે પ્રક્રિયા દરમ્યાન ૧૬૧૬ સિરિન્જ વપરાઇ હતી. આ બાળકનું પહેલું ફોટો-સેશન થયું એમાં ફોટોગ્રાફર સેમેન્થાએ એ સિરિન્જના ખડકલાને હાર્ટશેપમાં ગોઠવીને અદભુત દ્રશ્ય કરયું હતું. આ તસ્વીર ફેસબુક અપલોડ કર્યાના એકજ વીકમાં વાઇરલ થઇ હતી અને ૬૦,૦૦૦ થી વધુ વખત એ શેર કરવામાં આવી હતી.

(3:26 pm IST)