Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

કોન્ટેકટ લેન્સ ફેલાવે છે માઇકોપ્લાસિટક પ્રદુષણ

લંડન તા ૨૧ : કોન્ટેકટ લેન્સનું વજનસાવ નગણ્ય હોય છે અનેરોજેરોજ બદલી શકાય એવા ડિસ્પોઝેબલ કોન્ટેકટ લેન્સ ઉપલબ્ધ તગા હોાવથી એનો ઉપયોગ વિશ્વમાં વધી ગયો છે, પણ આવા કોન્ટેકટ લેન્સ માઇક્રોપ્લાસ્ટિકનું ,્રખુષણ વધારે છે. આજે દુનિયાભરમાં કરોડો લોકો કોન્ટેકટ લેન્સનો ઉપયોગ કરે છે. પણ એક વાર વાપર્યાબાદ એનો નિકાલ કેવી રીતે કરવો એની જાણ નહીં હોવાના કારણે આ સમસ્યા ઉભી થઇ છે. આ વિશે અમેરિકામાં થયેલી એક સ્ટડીમાં જાણવા મળ્યું હતું કે એકલા અમેરિકામાં દર વર્ષે આશરે ૨૨ મેટ્રિક ટન કોન્ટેકટ લેન્સનો અયોગ્ય રીતે નિકાલ થાય છે. અમેરિકામાં રોજ આવા ડિસ્પોઝલ લેન્સ વાપરનારા લોકોની સંખ્યા૪.૫૦ કરોડ જેટલી છે. તેઓ વપરાયેલા કોન્ટેકટ લેન્સને ગાર્બેજ-બેગમાં ફેંકવાને બદલે ટોઇલેટમાં ફેંકી દે છે અથવા સિન્કમાં એનો નિકાલ કરે છે.

ઝયારે વેસ્ટ વોટરની ટ્રીટમેન્ટ માટે મોકલવામાં આવે છે તયારે આવા કોન્ટેકટ લેન્સનો નાશ થતો નથી અને એ છેવટે દરિયામાં જાય છે. ૨૦૧૫ માં થયેલી એક સ્ટડીમાં જાણવા મળ્યું હતું કે દરિયામાં આશરે ૨,૩૬,૦૦૦ મેટ્રિક ટન જેટલો માઇક્રોપ્લાસ્ટિક વેસ્ટ જમા થયો છે. આમ સાવ સામાન્ય દેખાતા કોન્ટેકટ લેન્સના કારણે પણ પ્રદુષણનો ખતરો રહે છે.

(3:15 pm IST)