Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

જીવદયા પ્રેમીઓ માટે કંપાવનારી ઘટના:વ્હેલ માછલીના માંસ અને ચરબીને રાષ્ટ્રીય ભોજન ગણતો સ્કોટલેન્ડનો એક ટાપુ : 30 જુલાઈના રોજ ખાડીમાં ભેગી થયેલી અનેક વ્હેલના શિકારથી દરિયાકાંઠાનું પાણી લાલ થઇ ગયું

સ્કોટલેન્ડ :સ્કોટલેન્ડમાં કાયદેસર ગણાતા વ્હેલના શિકાર માટે આઇલેન્ડ ઓફ વેગરમાં ભેગા થયેલા શિકારીઓએ ખાડીમાં રહેલી વહેલોનો શિકાર કરતા દરિયાનું પાણી લાલ થઇ ગયું હતું. પ્રાણીઓની રક્ષા કરતા જૂથ દ્વારા આ બનાવ અંગે નારાજગી વ્યક્ત કરાઈ છે.

કેટલીય વહેલ માછલીઓ એક સમૂહમાં ખાડીમાં એકઠી થઈ હતી ત્યારે જ એમને મારી નખાઈ.આ માછલીઓના મરવાના કારણે દરિયાનું પાણી લોહીથી લાલ થઈ ગયું હતું. આ ઘટના 30 જુલાઈના રોજ બની હતીજે વહેલ માછલીઓને મારવામાં આવી છે તેને પાયલટ વહેલના નામથી ઓળખવવામા આવે છે.આ દ્વીપ સમૂહમાં લોકો દર વર્ષે ગરમીમાં શિકાર કરવા માટે આવે છે. આ પ્રકારના શિકાર ફઅરો આઇલૅન્ડમાં સંપૂર્ણપણે કાયદેસર છે.

સરકારનું કહેવું છે કે આ તેમના જીવનનો હિસ્સો છે.પાયલટ વહેલનું માંસ અને તેની ચરબી અફરો આઇલૅન્ડમાં રાષ્ટ્રીય ભોજન જેવું છે. સરકારનુ કહેવું છે કે તેમના દેશમાં પાયલટ વહેલનું માંસ સરળતાથી મળી જાય છે.આ દ્વીપમાં તરીને આવેલી સેંકડો વહેલ માછલીઓ દર વર્ષે મરી જાય છે.

(bbc ગુજરાતીમાંથી સાભાર)

 

 

(12:40 pm IST)