Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

વેનેઝુએલામાં ૧ કિલો ગાજર કે ચોખા લેવા માટે ચૂકવવા પડે છે ૩૦ લાખ રૂપિયા...

નવી દિલ્હી તા. ૨૧ : શું તમે કોઈ એવા દેશ વિશે જાણો છે જયાં ફુગાવો દસ લાખ ટકા સુધી પહોંચી ગયો હોય. જયાં દરરોજ ૧૮ દિવસ બાદ મોંઘવારી ડબલ થઈ જાય છે. આ દેશ છે વેનેઝુએલા. જે પાંચ વર્ષથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે અને આ સંકટ સતત વધી રહ્યું છે.

સ્થિતિ એ છે કે ત્યાં બોરી ભરીને નોટ લઈ જવા પર પણ તમે કંઈ ખરીદી નથી શકતા. વેનેઝુએલાના ચલણનું નામ બોલિવાર્સ છે જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત એક ડોલર સામે ૨,૪૮,૪૦૯ બોલિવર્સ છે. જયારે ભારતના ૧ રૂપિયા સામે ૩૫૫૩ બોલિવર્સ મળે છે.

વેનેઝુએલાના ચલણનું નામ બોલિવાર્સ છે જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત એક ડોલર સામે ૨,૪૮,૪૦૯ બોલિવર્સ છે. જયારે ભારતના ૧ રૂપિયા સામે ૩૫૫૩ બોલિવર્સ મળે છે.(૨૧.૬)

(11:49 am IST)