Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

આ રક્ષાબંધન તમારા ભાઈને બાંધો આ ફ્રેન્સી રાખડી

રક્ષાબંધનનો તહેવાર એટલે ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતિક.  દર વર્ષે શ્રાવણ મહિનાની પૂનમના દિવસે આ તહેવાર ઉજવવામાં આવે છે.  આવતા રવિવારે રક્ષાબંધન છે. આ દિવસે બહેન પોતાના ભાઈના કપાળ પર કંકુનો ચાંલ્લો કરી તેના (દીર્ધાયુ)ની પ્રાર્થના કરે છે અને ભાઈ પોતાની બહેનની રક્ષા માટે સંકલ્પ કરે છે.

સામાન્ય રીતે રાખડી બાંધવા માટે પહેલા પૂજા માટેની થાળી સજાવવામાં આવે છે. પરંતુ, હવે તો બજારમાં જ રાખડીની સાથે પૂજા માટેની થાળીનું કોમ્બો પેક મળે છે. જેમાં કંકુ-ચોખા, દિવો, બદામ, વગેરે સજાવેલુ હોય છે.

બધી બહેનોને પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધવાની રાહ જોતી હોય છે. ત્યારે બધી બહેનોની એવી ઈચ્છા હોય છે કે તે પોતાના ભાઈને સૌથી સુંદર રાખડી બાંધે. તો આ રક્ષાબંધનમાં તમે તમારા ભાઈને બધાથી અલગ અને નવી ડીઝાઇનની ફ્રેન્સી રાખડી બાંધો.

એવી રાખડીઓ આ વર્ષે ખુબ ધમાલ મચાવી છે, જેમાં 'ભૈયા', 'શેરીંગ વાલા ભાઈ', 'સુપર BRO', લખેલ હોય છે. આવી રાખડીઓ ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. તમે તમારા ભાઈને આવી રાખડી બાંધી શકો છો, જે તદ્દન અલગ અને સ્ટાઇલીશ લાગે છે. છોકરાઓને આવી રાખડી ખૂબ ગમે છે.

'રૂદ્રાક્ષ' અને 'ઓમ' વાળી રાખડી પણ ઘણા છોકરાઓને પસંદ હોય છે. તો તમારો ભાઈ મહાદેવનો ભકત છે, તો તમે તેને આવી રાખડી બાંધી શકો છો.

આજકાલના છોકરાઓને મૂછો રાખવી બહુ ગમે છે. એવી રાખડીની ડીઝાઈન પણ ઉપલબ્ધ છે. જેમાં મુછોની વચ્ચે 'BRO' લખેલ હોય. તમે તમારા ભાઈને આવી રાખડી પણ બાંધી શકો છો.

(9:11 am IST)