Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

કોરોના વાયરસથી બચવા પ્રોટીન યુક્ત ભોજન ખુબજ મદદગાર સાબિત થાય છે:સંશોધન

નવી દિલ્હી: તો પહેલાથી કહેવામાં આવી રહ્યુ છે કે, કોરોના વાયરસથી બચવામાં પ્રોટીન યુક્ત ભોજન મદદગાર છે. ચીનમાં પણ કોરોના વાયરસના ગંભીર દર્દીનો જીવ બચાવવા માટે હાઈ પ્રોટીન ભોજન આપવામાં આવી રહ્યુ છે, પરંતુ હવે વૈજ્ઞાનિકોએ વાયરસની સારવારમાં પ્રથમ વખત પ્રોટીનનો વપરાશ કર્યો છે. સૌથી સારી વાત તો છે કે, રીતથી સારવારમાં વૈજ્ઞાનિકોને સફળતા પણ મળી રહી છે. બ્રિટેનની એક જૈવ ટેકનોલોજી કંપની 'સાઈનરજેન' ને કોરોના વાયરસની સારવારમાં પ્રોટીન આધારિત સારવારના ક્લીનિકલ ટ્રાયના સારા પરિણામ મળે છે. 'સાઈનરજેન' કહ્યુ કે, તેમનુ એસેનદી001 ફોર્મૂલેશન ઈંટરફેરોન બીટા નામની એક પ્રોટીનનો ઉપયોગ કરે છે. જેથી શરીર વાયરલ સંક્રમણ હોવા પર ઉત્પન્ન કરે છે. તેને આશા સાથે કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓના ફેફસાઓમાં સીધી એક નેબુલાઈઝરનો ઉપોયગ કરીને નાખવામાં આવે છે. તેનાથી તેના શરીરમાં એક પ્રતિરક્ષા પ્રતિક્રિયા પ્રેરિત હશે. સાઈનરજેનના સીઈઓ રિચર્ડ માર્સડેને કહ્યુ કે, Covid-19 દર્દીમાં એસએનજી001નુ આંકલન હોસ્પીટલમાં દાખલ થયેલ Covid-19 રોગીઓના ઉપચારમાં એક મોટી સફળતાનો સંકેત હોઈ શકે છે.

(6:03 pm IST)