Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

કોરોના મહામારીને ધ્યાનમાં રાખી સાઉદી અરેબિયાએ હજ યાત્રા પર પ્રતિબંધ મુક્યો

નવી દિલ્હી: કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને, સાઉદી અરેબીયાએ હજ યાત્રા પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ હવે સોમવારે સાઉદી અરેબિયાએ જાહેરાત કરી છે કે તેને ફરી એકવાર ફરી શરૂ કરવામાં આવશે. જો કે, વિવિધ દેશોના માત્ર 1000 યાત્રાળુઓને હજ કરવાની છૂટ આપવામાં આવશે. સરકારે કહ્યું છે કે પહેલાથી સાઉદી અરેબિયામાં રહેલા લોકોને હજ કરવાની છૂટ આપવામાં આવશે. પ્રથમ વખત છે જ્યારે સાઉદી અરેબીયાએ અન્ય દેશોના લોકોને હજમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે અને જે લોકો પહેલેથી સાઉદી અરેબિયામાં છે તેમને હજ કરવાની છૂટ આપવામાં આવી છે. પરંતુ બીજા દેશના મુસ્લિમો સાઉદી અરબીયાની સરકારના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે.

(6:01 pm IST)