Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

યુક્રેનના પશ્ચિમી વિસ્તારમાં હથિયારધારીઓની હુમલો:યાત્રીઓથી ભરેલ બસને હાઇજેક કરી લીધી

નવી દિલ્હી: યુક્રેનના પશ્ચિમી વિસ્તારમાં એક હથિયારોથી સજ્જ હુમલાખોરે યાત્રીઓથી ભરેલી બસને હાઈજેક કરી લીધી છે. બસમાં 20 યાત્રી સવાર છે અને હુમલાખોરે તમામને બંધક બનાવી લીધા છે. પોલીસે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી લીધા છે.

             સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ, હુમલાખોરની પાસે વિસ્ફોટક અને હથિયાર પણ છે. જો કે હજુ સુદી જાણી શકાયું નથી કે હુમલાખોરની માગણી શું છે. પોલીસે જણાવ્યું છે કે, હુમલાખોર સાથે વાત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

(5:56 pm IST)