Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

મા-બાપની અમુક આદતો, કરે છે તેના જ બાળકોથી દૂર

મા-બાપની અમુક આદતો એવી હોય છે, જે પોતાના બાળકોને સુધારવા માટે અપનાવવામાં આવે છે. જે બાળકોના ભણવા માટે હોય છે. તે એવુ એવા ઉદ્દેશથી કરે છે કે તેનુ બાળક એક સારો માણસ બને. પરંતુ, તેમાં કેટલીક એવી ખરાબ આદતો પણ હોય છે, જેનો બાળકો ઉપર ખરાબ પ્રભાવ પડે છે. તો જાણી લો માતા-પિતાની અમુક એવી આદતો વિશે.

 માતા-પિતાની આદત હોય છે કે પોતાના બાળકની સરખામણી અન્ય બીજા બાળકો સાથે કરે છે. પોતાની સરખામણી બીજા સાથે કરે તે તેને જરા પણ પસંદ નથી. જો માતા-પિતા એવુ કરે છે તો પોતાના બાળકને પોતાનાથી દૂર કરી દે છે.

 મોટા ભાગના માતા-પિતા પોતાના બાળકના હંમેશા અવગુણ ગાતા રહે છે અને બધાની સામે તેને નીચુ ગણાવે છે. તેનાથી બાળકનું મનોબળ તૂટી જાય છે અને બાળક બગડતુ જાય છે.

  માતા-પિતા તેના બાળકોને તેની જીદ પાછળ માર મારે છે અથવા રૂમમાં બંધ કરી દે છે. જેથી તે પોતાની મનમાની ન કરી શકે. એવુ કરવાથી બાળકના મનમાં માતા-પિતા માટે ખરાબ ભાવના ઉભી થાય છે.

 કેટલાય મા-બાપ પોતાના બાળકને કોઈ પણ કામ કર્યા પહેલા ટોકે છે અથવા  રોકે છે કે તેનાથી આ કામ નહિં થાય. જેથી બાળક મનમાં જ માની લે છે કે તે સાચે તે સાચે નકામો છે.

 

(2:31 pm IST)