Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

સ્વસ્થ રહેવા માટે જીમ બાદ કરો યોગ્ય આહારનું સેવન

વર્કઆઉટ કરતી વખતે શરીર મસલ્સમાં સ્ટોર ગ્લાઈકોઝનને ઈંધણના રૂપમાં ઉપયોગ કરે છે, જે વર્કઆઉટ બાદ ઓછુ થઈ જાય છે. તેને પાછુ મેળવવા માટે પોષક તત્વોનું સેવન કરવુ જરૂરી

વર્કઆઉટ કર્યા બાદ શરીરને સ્વસ્થ અને ઉર્જાથી પરીપૂર્ણ બનાવી રાખવા માટે તમારે પોષક તત્વોનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે. વર્કઆઉટ કરતી વખતે શરીર મસલ્સમાં સ્ટોર ગ્લાઈકોઝનને ઈંધણના રૂપમાં ઉપયોગ કરે છે. જેનાથી શરીરને વર્કઆઉટ કરવા માટે ઉર્જા મળે છે. ત્યારે ગ્લાઈકોઝન વર્કઆઉટ બાદ ઓછુ થઈ જાય છે. જેને પાછુ મેળવવા માટે પોષક તત્વોનું સેવન કરવુ જરૂરી હોય છે. જેથી શરીરમાં ઉર્જાની ખામી સર્જાઈ છે. તો જાણી લો વર્કઆઉટ બાદ તમારે આહારમાં શું સામેલ કરવુ જોઈએ.

૧. કાર્બ્સ :  કાર્બોહાઈડ્રેટ ઉર્જાનો સ્ત્રોત હોય છે. વર્કઆઉટ બાદ તમારે હેલ્ધી કાર્બોહાઈડ્રેટનું સેવન કરવું જોઈએ. વર્કઆઉટ બાદ તમારે નિમ્ન કાર્બ્સનું સેવન કરવું જોઇએ.

૨. પ્રોટીન : પ્રોટીન મસલ્સ બનાવવા માટે લાભદાયી છે. તેથી વર્કઆઉટ બાદ પ્રોટીન યુકત નિમ્ન ખાદ્ય પદાર્થોનું સેવન કરવું જોઈએ.

૩. ફેટ્સ : સ્વાસ્થ્યવર્ધક ફેટ્સનું સેવન વર્કઆઉટ બાદ કરવું જરૂરી હોય છે.

૪. નારિયેળ પાણી અને જ્યુસ : વર્કઆઉટ દરમિયાન તમે ખૂબ જ પરસેવો પાડો છો. પરસેવા રૂપે તમારા શરીરનું પાણી ઘણી માત્રામાં બહાર નીકડી જાય છે. શરીરમાં પાણીની ખામી પૂરી કરવા માટે તમે ભરપુર માત્રામાં પાણી પીવો. તમે નારિયેળ પાણી અથવા જ્યુસ પણ પી શકો છો.

૫. વર્કઆઉટ બાદ ખાવા માટે યોગ્ય સમય : વર્કઆઉટના ૪૫ મિનીટની અંદર તમારે કાર્બ્સ અને પ્રોટીન યુકત સ્વસ્થ આહારનુું સેવન કરવુ જરૂરી છે. વર્કઆઉટ કર્યા બાદ ૨ કલાક સુધી ભુખ્યુ રહેવુ એ તમારા માટે હાનિકારક છે. તેથી વર્કઆઉટ કર્યા બાદ પોષક આહાર જરૂર લેવો જોઈએ.

(2:30 pm IST)